વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે એક દુઃખદ ઘટનામાં 28 વર્ષીય યુવક નાહટીયા કરસન મુનિયાનું વીજ કરંટ લાગવાને કારણે મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના 21મી તારીખે સવારે 8:00 વાગ્યાની આસપાસ બની હતી

 વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે એક દુઃખદ ઘટનામાં 28 વર્ષીય યુવક નાહટીયા કરસન મુનિયાનું વીજ કરંટ લાગવાને કારણે મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના 21મી તારીખે સવારે 8:00 વાગ્યાની આસપાસ બની હતી. ગોરજ ગામમાં યુનિવર્સલ બંગલોની સાઇડ પર નાહટીયા કરસન મજૂરી કામ કરી રહ્યા હતા, અને તેમના સાથે દીપાબેન મુનિયા પણ કામમાં સાથે હતા

લેન્ટર ભરવા માટે લગાવેલા પાટિયા કાઢવામાં આવે તે સમયે, નાહટીયા કરસન લોખંડની ધરી કાઠીયાવાડી કાઢી રહ્યા હતા. આ પ્રક્રિયામાં ધરી અકસ્માતે વીજ લાઇનને અડી ગઈ, જેના કારણે નાહટીયાને વીજ કરંટ લાગ્યો. આ ઘટનાના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


હાલાકી, તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન નાહટીયા કરસનનો જીવ બચાવી શકાયો નહીં અને તેમનું દુઃખદ અવસાન થયું. આ ઘટનાએ ગોરજ ગામમાં શોકની લાગણી ફેલાવી છે.

Post a Comment

Previous Post Next Post